KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Coal Gasificationને વેગ: ₹37,500 કરોડની યોજના માટે NTPC અને TFLની એન્ટ્રી

કેન્દ્રની Coal and Lignite Gasification યોજના હેઠળ NTPC અને Talcher Fertilisers Limitedએ અરજી કરી છે. સરકારને આશા છે કે યોજના હેઠળ લગભગ 25 પ્રોજેક્ટમાં ₹2.5 લાખ કરોડથી ₹3 લાખ કરોડ સુધીનું રોકાણ થઈ શકે છે.

desk@kuberanowPublished On : 5 Sept 2026
 Coal Gasification
Coal Gasification યોજનાને મળશે વેગAI GENERATED IMAGE

કેન્દ્ર સરકારની ₹37,500 કરોડની Coal and Lignite Gasification યોજના હેઠળ NTPC Limited અને Talcher Fertilisers Limited એટલે કે TFLએ અરજી કરી છે. Coal Ministryના જણાવ્યા મુજબ પ્રથમ અરજી વિન્ડો હજુ ખુલ્લી છે અને 7 સપ્ટેમ્બર 2026એ બંધ થશે. સરકારના અંદાજ મુજબ આ યોજના દ્વારા લગભગ 25 મોટા પ્રોજેક્ટમાં ₹2.5 લાખ કરોડથી ₹3 લાખ કરોડ સુધીનું રોકાણ આકર્ષાઈ શકે છે અને આશરે 50,000 સીધી તથા પરોક્ષ રોજગારી ઊભી થઈ શકે છે.


13 મેના રોજ યોજનાને મંજૂરી

Union Cabinetએ 13 મે 2026ના રોજ Scheme for Promotion of Surface Coal/Lignite Gasification Projectsને મંજૂરી આપી હતી. આ યોજનાનો હેતુ દેશમાં ઉપલબ્ધ Coal અને Ligniteને વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનો છે. તે હેઠળ Syngas, Methanol, Ammonia અને Urea જેવા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.


2030 સુધી 100 મિલિયન ટન ક્ષમતાનો લક્ષ્ય

Coal Ministryના જણાવ્યા મુજબ આ યોજના સરકારના 2030 સુધી 100 મિલિયન ટન Coal Gasification Capacity ઊભી કરવાના મોટા લક્ષ્ય સાથે જોડાયેલી છે. ઘરેલુ કોલસાનો ઉપયોગ માત્ર વીજ ઉત્પાદન માટે નહીં પરંતુ Chemicals અને Fertilisers જેવા મૂલ્યવર્ધિત ક્ષેત્રોમાં વધારવાનો પ્રયાસ પણ આ યોજનાનો ભાગ છે.


વધુ અરજીઓ આવવાની ધારણા

મંત્રાલયના જણાવ્યા મુજબ NTPC અને TFL ઉપરાંત અન્ય સંભવિત અરજદારો પણ પોતાના પ્રોજેક્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. મોટા Gasification Project માટે Technology Assessment, Coal Supply, Project Economics અને વિગતવાર પ્રોજેક્ટ પ્રસ્તાવ તૈયાર કરવામાં સમય લાગતો હોવાથી વધુ અરજીઓ સમયમર્યાદા નજીક આવી શકે છે.


7 જુલાઈએ RFP જાહેર થયું

યોજનાની મંજૂરી બાદ સરકારે New Delhi, Hyderabad અને Mumbaiમાં Stakeholder Roadshows યોજ્યા હતા. ત્યારબાદ 7 જુલાઈએ Request for Proposal જાહેર કરવામાં આવ્યું અને Online Application Portal શરૂ કરવામાં આવ્યું. 20 જુલાઈએ Pre-application Conference યોજીને પાત્રતા અને અરજી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.


એક જ વિન્ડો પર યોજના અટકશે નહીં

આ યોજના હેઠળ Rolling Application Roundsની વ્યવસ્થા પણ રહેશે. ક Application Round પૂર્ણ થયા બાદ બીજા દિવસથી નવી વિન્ડો ખુલશે અને બે મહિના સુધી ચાલુ રહેશે. એટલે જે કંપનીઓ હાલ પ્રોજેક્ટ તૈયાર ન કરી શકે તેઓને આગામી તબક્કામાં અરજી કરવાની તક મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: ભારતીય વેપારીઓને મોટી રાહત, ઈ-કોમર્સ Export Rulesમાં ફેરફાર

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

IDBI Bank

IDBI પાસે વૈશ્વિક પહોંચ ધરાવતી શ્રેષ્ઠ ભારતીય 'યુનિવર્સલ બેંક' બનવાની ક્ષમતાઃ FairFax

VI

Q2 Result: Vodafone Ideaની ખોટ 8% વધીને ₹5,975 કરોડ, આવક 6.2% વધી ₹11,884 કરોડ

Editing - News - Payload

Adani Groupનો ₹23,500 કરોડનો મોટો ફંડિંગ પ્લાન, જાણો ક્યાં થશે ઉપયોગ

Reliance Investment in coal gasification

Reliance Investment: આંધ્ર પ્રદેશમાં ₹43,000 કરોડના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની યોજના, 40,000 રોજગારીની સંભાવના

Noel Tata Retires as Tata Investment Chairman Bahram Vakil Next

Tata Group News: નોએલ ટાટાએ છોડ્યું ચેરમેન પદ, જાણો કોને મળી ટાટા ઇન્વેસ્ટમેન્ટની કમાન

IOB

IOBના શેરમાં 4%થી વધુનો ઉછાળો, ₹5,000 કરોડ ઊભા કરવાની તૈયારીથી વધ્યું રોકાણકારોનું ધ્યાન

COCHIN SHIPYARD

Stock Down: Cochin Shipyardનો શેર 8% સુધી તૂટ્યો, Q2નો નફો 53% ઘટ્યો, જાણો શું છે ઘટાડા પાછળના કારણો

hdfc bank mclr hike loan emi impact new lending rates

HDFC બેંકે વધાર્યા વ્યાજ દર: કયા ગ્રાહકોના EMI વધશે? જાણો નવા MCLR દરો